- તા:૨૨/૦૯/૨૦૧૭ ને શુક્રવાર ના રોજ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં SAGE, ORIENT BLACKSWAN,RCS વગેરે જેવા પબ્લીશરોના અંગ્રેજી, લાઈફ સાયન્સ, કોમર્સ, કોમ્પ્યુટર , ટીચર રીસોર્સીસ, રિસર્ચ મેથડ, ઇકોનોમિકસ, જનરલ, ફિક્શન, નોન-ફિક્શન વગેરે જેવા પુસ્તકોનું પ્રદર્શન કરવામાં આવેલ. આ પુસ્તક મેળામાં ૧૬૪ વિદ્યાર્થીઓ તેમજ પ્રાધ્યાપકોને લાભ લીધેલ.
- ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં નોલેજ પાર્ટનર IIT-Bombayનાં સંયુક્ત ઉપક્રમે UG અને PGનાં વિદ્યાર્થીઓને વિનામુલ્યે સોફ્ટવેરની ટ્રેનીંગ આપવા માટે તા: ૧૨/૦૯/૨૦૧૭ ના રોજ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન સરકારી, ગ્રાન્ટ-ઇન-એઇડ તેમજ સેલ્ફ-ફાઇનાન્સ કોલેજોનાં પ્રિન્સિપાલશ્રીઓ તેમજ IIT-Bombay Tutorial ના નોડલ ઓફિસર્સશ્રીઓ માટે Free & Open Source Software Trainingનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ગુજરાત ટ્રેનીંગ મનેજર શ્રીમતી મીનાક્ષીબેન ચવ્હાણ દ્વારા ટ્રેનીંગ આપવામાં આવેલ. આ પ્રોગ્રામમાં ૮૧ નોડલ ઓફિસર્સ તેમજ પ્રિન્સિપાલશ્રીઓ હાજર રહેલ.
- ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ પ્રાધ્યાપકો માટે બે દિવસનો "UGC NET/SLET Exam Preparation" વિષય ઉપર તા.૧૫ અને ૧૬ ડીસેમ્બર,૨૦૧૭ ના રોજ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ ૧૩૮ કોલેજોમાંથી પ્રાધ્યાપકશ્રીઓએ ભાગ લીધેલ હતો. રિસોર્સ પર્સન તરીકે ગુજરાત યુનિવર્સીટીમાંથી ડૉ.આર. એસ.પટેલ તેમજ ડૉ. ગણપત પટેલને બંને દિવસ વ્યાખ્યાન આપેલ તેમજ મટીરિઅલ્સ પણ આપેલ.
|